જૈન શાસનના જંગમ તીર્થ રૂપ પૂજય સાધુ તથા સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ છેલ્લા ૮ વર્ષથી સતત પ્રવૃત્તિમય થઈ રહી છે, ચૌમાસી ચૌદસના આશરે ૧૪-૧૫ દિવસ પહેલા યુવાનો સમસ્ત ઉત્તર ગુજરાત મુકામે સાધુ-સાધ્વીજી ભગવંતોને જે વસ્તુનો ખપ હોય તે વસ્તુ સમયસર વહોરાવવાનો લાભ લે છે. મુંબઈ મુકામે આ પ્રવૃત્તિ કાયમી ચાલી રહી છે આશરે ૨૦૦-૨૨૫ વસ્તુઓ વહોરાવવામાં આવે છે, જેમાં મેડિકલ, સ્ટેશનરી તથા સર્વ ઉપકરણ વહોરાવવા આવે છે.

અમદાવાદથી માટલા લાવીને તે મુંબઈમાં બિરાજમાન પૂજ્ય ગુરુ ભગવંતોને વહોરાવવામાં આવે છે. ઉપરાંત મહારાજ સાહેબોની દૈનિક ઉપકરણ જેમ કે વસ્ત્રો, વિવિધ પાત્રો, નિર્દોષ આર્યુવેદીક ઔષધીઓ, અણાહારી ઔષધી, લેખન સામગ્રી વગરે સાથે લઈ દૂર દૂર વિસ્તારોમાં વિચરતાં પૂજયોને જઈ લાભ આપવાની વિનતિપૂર્વક વૈયાવચ્ચ કરી લાભ મેળવી ચારિત્ર મોહનીયકર્મ દૂર કરવાના પ્રયત્નો કરીએ છીએ.

સાધુ-સાધ્વીજીને વહોરાવિ શકાય એવી વિવિધ વસ્તુઑ