વર્ષ દરમિયાન જૈન શાસનના ગિરનાર, રાણકપૂર, ક્ષત્રીયકુંડ, તારંગા, શેરીષા, કાવી, નાંદીયા વિગેરે વિશિષ્ઠ સ્થાવર તીર્થોનો ચાર-પાંચ દિવસનો યાત્રા પ્રવાસ ગોઠવવામાં આવે છે. જેમાં એક જ તીર્થમાં સ્થિરતા કરી તે તીર્થ સાથે તાદાત્મ્ય ભાવ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ યાત્રા પ્રવાસમાં ઉભયટંક એકાસણું તથા જીનપૂજા ફરજિયાત રાખવામાં આવે છે. તીર્થમાં જિનાલયશુધ્ધી, ઉપકરણશુધ્ધી, સ્નાત્રપૂજા, ભાવના વિગેરે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.

લગભગ ૧૨૫-૧૫૦ યુવાનો દર વર્ષે આમાં જોડાય છે. ત્યાં યુવા મિલનનું પણ આયોજન થાય છે. આજુબાજુના ગામમાં અનુકંપા કરવામાં આવે છે તથા તીર્થના સર્વ સ્ટાફનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવે છે.

તીર્થોપાસના – Yatra Pravas