દરરોજ યુવાનો તથા પ્રોઢો માટે સવારે પાઠશાળામાં ધાર્મિક અધ્યયન કરાવીને સંસ્કરણ તથા જિન આગમના સૂત્રોનો અભ્યાસ દ્વારા જૈનત્વને ધબક્તું રાખવાનો એક સુંદર પ્રયાસ અમારા ગ્રુપના યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે.

સવારની પાઠશાળા છેલ્લા ૧૨ વર્ષથી અવિરત ચાલે છે ૧૫વર્ષથી લઈને ૭૦ વર્ષના દરેક ભાઈઓ આ પાઠશાળામાં આવે છે.પાઠશાળાની વિશેષતાએ છે કે ૭૦ થી ૮૦ ભાગ્યશાળીઑ સામાયિક સાથે પાઠશાળામાં સૂત્રોનો અભ્યાસ કરે છે.

પાઠશાળા ઉપાશ્રયમાં હોવાથી ઉપાશ્રયમાં બિરાજમાન દરેક ગુરૂમહારાજ નો ગોચરીનો લાભ મળે છે તથા ગ્રુપની વિવિધ પ્રવુત્તિ માટેનો વિચાર થાય છે.

આ ઉપરાંત નાના બાળક અને બાલિકાઓને પાઠશાળામાં જોડાવા વિવિધ પ્રોત્સાહનો અને આયોજન કરવામાં આવે છે તથા મોટા સુત્રોને કંઠસ્થ કરી જાહેરમાં બોલનાર બાળકોને વિશિષ્ટ પ્રોત્સાહન આપી આગલી પેઢી સુધી શ્રુત વારસાને આગળ વધારવાના પ્રયાસ અમારા ગ્રુપના યુવોનો કરી રહ્યા છે.

વિશેષ કરી શકાતી પ્રવૃત્તિઑ :-
પાઠશાળા ઉત્કર્ષ પર્વ
આપણી પાઠશાળા
જ્ઞાન દીપક પ્રગટાવીએ
જ્ઞાન દીપક પ્રગટાવીએ1
જ્ઞાન દીપક પ્રગટાવીએ – બાલિકાઓ માટે
ખોવાઈ ગયેલ છે