હાકલ પડી છે જીનશાસનની:

ગ્રુપના યુવાનો દ્વારા શાસન સ્થાપના દિનની ઉજવણી અન્વયે એક સંવાદની રજૂઆત થઈ ” હાકલ પડી છે જીનશાસનની ” વેધક સંવાદ, રોમાંચક સંગીત અને સચોટ રજૂઆત દ્વારા આ સંવાદ લોકોના હૃદયને સ્પર્શી ગયો. આપણી રોમરાજીમાં શાસન પ્રત્યે ખુમારી પેદા થાય એવા આ સંવાદનો અત્યાર સુધી ભારતભરના વિવિધ સંઘોમાં 108 થી વધુ પ્રયોગો થઈ ચૂક્યા છે.

ઉના આંસુ ની ઓળખ:

સાધર્મિક ભક્તિની ભાવનાને પ્રદશિત કરતો આ સંવાદ સોમચંદ-સવચંદ શેઠના પ્રાચીન પ્રસંગને રોમાંચક રીતે રજૂ કરે છે. આંખો ભીની થાય તેવા સંવાદો દ્વારા સાધર્મિક ભક્તિ તથા પ્રમાણિક્તાનો દિવ્ય સંદેશ આ સંવાદ દ્વારા ફેલાય છે