સંયમ અનુમોદના સમારોહને એક આગવું સ્વરૂપ આપવામાં અમારા યુવાનો નિમિત્ત બન્યા છે. મુમુક્ષુઓની ભાવધારામાં વૃધ્ધી થાય અને શ્રોતાઓના મનમાં સંયમજીવન પ્રત્યે અહોભાવ પેદા થાય તથા સંયમ બીજનું રોપણ થાય તેવા વિશિષ્ટ કાર્યક્રમ દીક્ષા-પ્રવજ્યા પ્રસંગે ગોઠવવામાં આવે છે. ભારતભરના સંઘોમાં પ્રવજ્યા-વિધિના સફળ સંચાલન સાથે આગળનાં દિવસોમાં સંગીતમય વિશિષ્ટ કાર્યક્રમો યોજવામાં આવે છે.

વિદાય સમારંભ, ઉપકરણ વંદનાવલી, શ્રમણ વંદનાવલી, સંયમ અભિલાષા તથા તર્કબધ્ધ સચોટ દલીલો સાથે સંવાદ જેવા કે સંસારી રસિક મિત્રો V/s દીક્ષાર્થી, આપકી અદાલત, કુર્યાત સદા મંગલમ, ચાલો વર્ષીદાન લઈએ, તેમજ પાઠશાળામાં વિવિધ સંયમલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.
હૃદયસ્પર્શી સંવેદના અને વૈરાગ્યસભર સ્તુતિ અને સ્તવનો , આ કાર્યક્રમોની આગવી લાક્ષણિકતા છે.