મારી માતૃભાષા :-

શું આપનો દીકરો શ્રી સંઘના દેરાસરે લખતા કાર્યક્રમ બોર્ડ વાંચી શકે છે ? જો એને માતૃભાષામાં વાંચતા પણ ન આવડતું હોય તો આ આપની ભવિષ્ય પેઢી આપણા લોકાન્તર જૈન શાસન સાથે કઈ રીતે જોડાઈ શકશે ? આ માટે ભવિષ્યની પેઢીને કંઈ નહીં તો છેલ્લે ગુજરાતી વાંચતા પણ આવડે તે માટેનો નમ્ર પ્રયાસ સમકિત ગ્રુપ દ્વારા મારી માતૃભાષા નામના પુસ્તક માં આવરી લેવા માં આવેલ છે.

વજ્રસ્વામિ પાઠશાળાની માર્ગદર્શિકા :-

મુંબઈના વિવિધ સંઘોએ શ્રી વજ્રસ્વામિ પાઠશાળાના આ સુંદર પ્રયોગને ઉષ્માભર્યો આવકાર આપ્યો છે.

જોત-જોતામાં તો મુંબઈના ૭૦ જેટલા સંઘોએ અને મુંબઈ બહાર પણ અનેક સંઘોમાં શ્રી વજ્રસ્વામિ પાઠશાળા શરૂ થઈ ગયી અને તેમાં લગભગ ૭૦૦૦ થી પણ વધુ બાળકોનું સંસ્કરણ શરૂ થઈ ગયું. થોડા જ સમયમાં આ પાઠશાળાના જવલંત અને ચમત્કારિક પરિણામો જોવા મળ્યા.

જે સંઘોને શ્રી વજ્રસ્વામિ પાઠશાળા પોતાના સંઘમાં નવી શરૂ કરવી છે, જે સંઘોમાં પાઠશાળા ચાલે છે તેને વધુ સંગીન બનાવવા અને બાળકોના વાલીઓને પણ પાઠશાળામાં ચાલતો અભ્યાસ ઘરે પાક્કો કરાવવામાં આ પુસ્તક ઉપયોગી બનશે.

તારો પંથ સદા ઉજમાળ બને :-

છેલ્લા ૧૦ વર્ષથી ગોરેગાંવ – જવાહરનગર જૈન સંઘમાં યુવાનોની દિક્ષાનો એક સિલસિલો ચાલ્યો હતો. આ દિક્ષાના મહોત્સવોએ સંયમ ધર્મના અનુરાગના તો જાણે ફુવારા ઉડાડયા હતા.

દિક્ષા મહોત્સવોને પ્રભાવક બનાવવામાં રાત્રિના બહુમાન સમારંભોએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. જવાહરનગર જૈન સંઘની ખ્યાતનામ પાઠશાળાના ઉત્સાહી અને કુશળ અધ્યાપકો તથા શિક્ષિકા બહેનોના પ્રયાસથી તેજસ્વી બાળકોએ ખૂબ સુંદર કાર્યકર્મો તૈયાર કર્યા.

આ બધા કાર્યકર્મો એક પુસ્તકના સ્વરૂપમાં પ્રગટ થાય તો જુદી જુદી પાઠશાળાના બાળકો તથા યુવાનો સંઘોમાં દિક્ષા વગેરે પ્રસંગોમાં રજૂ કરી શકે, આવી પ્રબળ લાગણીનો પડઘો ચારે બાજુથી અમારા કાને પડતાં આ પુસ્તકની કલ્પના ઉદભવી.

ઇંડિયન જૂરસ્સીક પાર્ક :- બાળકો માં જીવદયા તથા અહિંસા નો પ્રચાર કરતી પુસ્તિકા

સમકિત સૌરભ :- સંસ્કૃતિ ને સદાચાર ના પ્રચાર કરતાં લેખો