જિનાલયની ધજા:-

દૂર દૂરથી પણ પ્રભુજીના જિનાલયની પ્રતીતિ કરાવતી અને જોતાં જ નમન કરવાનું મન થઈ જાય એવી ખુબજ અદભૂત ધજા ગ્રુપના યુવાનો દ્વારા બનાવવામાં આવે છે. દર વર્ષે ભારત ભરના જુદા જુદા લગભગ ૫૦૦ જિનાલયો પર આવી ધજાઓ ફરકતી રહે છે.

પ્રભુજીની આંગી:-

પ્રભુજીની નયનરમ્ય આંગી દ્વારા પોતાનું અને દર્શનાર્થીનું સમકિત નિર્મળ થાય એ ભાવનાથી ગ્રુપના યુવાનો કલ્યાણક, પર્યુષણ વિગેરે વિશિષ્ઠ દિવસોએ પ્રભુજીની ભવ્ય આંગી રચે છે. પ્રભુજીની આવી ભવ્યાતિભવ્ય અંગરચના ફક્ત ગોરેગાંવના જિનલયો સુધી સીમિત ન રાખતા ગ્રુપના યુવાનો ભારત ભરના વિવિધ સંઘો ના આમંત્રણ પર જિનલયોમાં પ્રભુજીની આંગી કરવા જાય છે.