આ પ્રવૃત્તિ અન્વયે સમકિત ગ્રુપ જયણાની પુસ્તિકા તથા જયણાના ઉપકરણ જેવા કે પુંજ્ણી, નળની થેલી, ગરણા વિગેરે જ્યાં જ્યાં પણ પર્યુષણ કરાવવા જવાનો અવસર આવે કે યાત્રા પ્રવાસના અવસરે ત્યાં વસતા આપણા પરિવારોમાં ભેટરૂપે વિતરણ કરવામાં આવે છે. ઘણા બધા અંતરિયાળ સંઘોમાં આ વસ્તુઓ સાહજિકરૂપે ઉપલબ્ધ હોતી નથી.

ગોરેગાંવના સંઘમાં ચાતુર્માસની શરૂઆત પૂર્વે વરસાદને લીધે ઉત્પન્ન થતી નિગોદ ( લીલ ) ની વિરાધનાથી બચવા માટે કમ્પાઉન્ડમાં સફેદરંગનો પટ્ટો કરવાનું આયોજન કરવામાં આવે છે, જે ભાગ્યશાળીને સફેદરંગનો પટ્ટો કરાવવો હોય તેમણે માત્ર સંપર્ક કરવાનો હોય છે , તે માટે સ્પેશિયલ રંગ ની વ્યવસ્થા કરીને તે જગ્યાએ પટ્ટો કરી આપવામાં આવે છે.

સંદર્ભ માટે: