આ પ્રવૃત્તિ અન્વયે સમકિત ગ્રુપ પાઠશાળામાં વર્ષ દરમ્યાન અલગ અલગ યોજનાઓ દ્વારા બાળકોને પ્રલોભન આપવા તથા તેઓમાં સ્પર્ધાત્મક ભાવના ઊભી કરી ધાર્મિક અભ્યાસમાં આગળ વધારવા તેમજ સારા સંસ્કારોનું સિંચન થાય તેવી યોજનાઓ અને વાતાવરણ પૂરા પાડવામાં આવે છે જેમ કે,

 • ચાતૃમાસના ચાર મહિનાના ૧૨૦ દિવસમાં ૧૦૮ બેસણા કરનાર
  દરેક બાળકો ને સાઇકલ અથવા
  દરેક બાળકોને હીરાની વીંટી અથવા
  દરેક બાળકોને ટીમ ઇન્ડિયાનો આખો ડ્રેસ સેટ આપેલ છે.
 • રાત્રિભોજન ત્યાગ, આઈસક્રીમ, અભક્ષ ત્યાગ ની તર્કબધ્ધ સમજણપૂર્વકની પ્રેરણા તથા બહુમાન.
 • ફટાકડા ન ફોડનાર બાળકોને વિશિષ્ઠ ઇનામ.
 • ટીવી ત્યાગ કરનારા બાળકોનું સુંદર ઉપહાર દ્વારા શ્રી સંઘની ઉપસ્થિતિમાં જાહેરમાં બહુમાન.
 • પાઠશાળાની વિવિધ પરિક્ષાઓમાં સારા ગુણાંક સાથે ઉતીર્ણ થનાર બાળકોને સુંદર ભેટ.
 • પર્યુષણ પર્વમાં જાહેરમાં સૂત્રો બોલનાર બાળકોનું તાત્કાલિક સુંદર રકમનું કવર આપવા પૂર્વક પ્રોત્સાહન.
 • પર્યુષણ માટે બહાર જનાર કિશોર-યુવાનોનું બહુમાન.
 • જિનાલયમાં ભાવના.

સંદર્ભ માટે – વિશેષ કરી શકાતી પ્રવુર્તિઑ :-

સામાયિક અભિયાન

સામાયિક અભિયાન1

જંગ ખરાખરી નો

શ્રાવક જીવનનો CRASH COURSE