મહાવીર ખિચડી ઘર:

ઇ.સ.૧૯૯૦થી સતત ચાલી રહેલું ખીચડીઘર એ સમકિત ગ્રુપની જાણે અનુકંપા વિંગ કહી શકાય. રોજના ૪૦ થી ૫૦ ગરીબ માણસોને સપૂર્ણ મફતમાં ખિચડી જમાડાય છે. રેલ્વેટ્રેક પાસે કે ઝુપડપટ્ટી પાસે રહેતા આવા લોકોને સીઝન મુજબ કેરીનો રસ, દર બેસતા મહિને શીરો પીરસાય છે. ક્યારેક કોઈ પોતાના વડીલની તિથી અથવા બર્થડે પ્રમાણે વિશેષ જમણવાર યોજે છે. આ ઉપરાંત પ્રભુના કલ્યાણક, દેરાસરની સાલગીરી, ભગવાનની રથયાત્રા તથા દિવાળી વગેરે પર્વોએ પણ વિવિધ મિષ્ઠાનો આપવામાં આવે છે.

ધાબળા વિતરણ:

શિયાળામાં કારમી ઠંડીમાં ઠૂથવાતા લોકોને ઠંડીથી બચવા તથા તેમની દુવા મળે તે હેતુથી ફૂટપાથ, રેલ્વે સ્ટેશન અને ગરીબ વિસ્તારોમાં જઈને ધાબળા વિતરણ કરવામાં આવે છે, તદુપરાંત પ્રાચીન તીર્થોમાં પૂજારી સ્ટાફ તથા આજુબાજુના વિસ્તારમાં શાસન પ્રભાવના તથા તીર્થરક્ષા અન્વયે ધાબળા તથા અન્ય જીવનોપયોગી સામગ્રી વિતરણ કરવામાં આવે છે.

કુદરતી હોનારત:

પૂર હોય કે ભૂકંપ હોય , દુકાળ હોય કે અતિવૃષ્ટિ હોય યુવાનો તન-મન અને ધનથી શ્રી કુમારપાળ વી શાહ જેવા સશકત નેતૃત્વમાં આ સેવાકાર્યોમાં જોડાય છે.

 

Anukampa