નોકરી વ્યવસાય કરનાર તથા ધંધાને કારણે મોડા આવનાર યુવાનો પણ ચાતુર્માસમાં દરરોજ તથા પકૂખી અને ચૌમાસી પ્રતિક્રમણ કરી શકે તે માટે યોગ્ય સમયે અમારા યુવાનો સામુહિક પ્રતિક્રમણનું આયોજન કરે છે.

નાના બાળકો માટે :-

નાના બાળકોને અભ્યક્ષ ત્યાગની પ્રેરણા કરાવવા અને નાનપણથી સંસ્કારોનું સિંચન કરવા આઇસક્રીમ ત્યાગ, ઠંડા પીણાં ત્યાગ વગરે આયોજન અમારું ગ્રુપ કરી રહ્યું છે.
રાત્રિભોજન એ નરકનું પ્રથમ દ્વાર છે આ શાસ્ત્રવચનને નજરમાં રાખીને ગ્રુપના યુવાનો દરવર્ષે રાત્રિભોજન ત્યાગનું વિશિષ્ઠ અભિયાન હાથ ધરે છે. આ અભિયાન દ્વારા ચાતુર્માસ દરમિયાન દરરોજ ચોવિહાર કરનાર નાના બાળકોને ડાઈમન્ડ પેંડેંટ, ક્રિકેટ કીટ વગેરે આકર્ષક ભેટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

મોટા યુવાનો અને યુવતી માટે :-

દરેક ધર્મક્રિયાનું લક્ષ્યએ આત્મશુદ્ધિ છે, આ આત્મશુદ્ધિ ની પ્રેરણા માટે ચાતુર્માસ દરમિયાન બ્રહ્મચર્ય નું પાલન અને ટી.વી ત્યાગનું વિશેષ આયોજન કરવામાં આવે છે.

ચાતુર્માસ દરમિયાન બિયાસણા નું તપ કરવાની પ્રેરણા આપવા વિશિષ્ઠ પ્રભાવનાનું આયોજન કરવામાં આવે છે .

વિશેષ કરી શકાતી પ્રવુર્તિઑ :-

  • બેસણા અભિયાન
  • બ્રહ્મચર્ય અભિયાન
  • ટીવી ત્યાગ અભિયાન